27.3 C
Gujarat
Tuesday, October 15, 2024

દિવાળીના તહેવારોમાં S.T. નિગમ દ્વારા એકસ્ટ્રા 2300 બસો દોડાવાશે

Share

અમદાવાદ : દિવાળીના તહેવારને લઈ રેલવે સ્ટેશન હોય કે પછી બસ સ્ટેશન, પ્રવાસીઓનો ધસારો વધી જાય છે. ત્યારે પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વધારાનની 2300 બસો દોડાવવામાં આવશે. ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવશે.

એસ. ટી. નિગમના સચિવ કે. ડી. દેસાઈએ જણાવ્યું છે કે, દિવાળીને લઈને એસ.ટી નિગમ વધારાની બસ દોડાવશે. જેથી મુસાફરોને હાલાકી ન પડે તે માટે વધારાની બસ દોડાવવામાં આવશે. દિવાળીના તહેવાર દરમિયાન 2300 વધારાની બસ દોડાવશે. તમામ અધિકારી હેડકવટર્સમાં રહી સંચાલનમાં મદદ કરશે.

એડવાન્સ ઓનલાઈન બુકીંગ કરેલું હશે તો આવક જાવક બંને તરફની ઓનલાઈન બુકીંગ કર્યું હશે તો 10 ટકા ડિસ્કાઉન્ટ અને એક તરફનું બુકીંગ કરેલ હશે તો 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને દિવાળી દરમિયાન વધારાની બસનું ભાડું સવા ગણું હશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles