અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી ટાણે ફરી એકવાર IAS ઓફિસરોની બદલીઓના ઓર્ડર થયા છે. રાજ્યના 23 IAS ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ છે. જેમાં એમ થેન્નારેસન અમદાવાદના નવા મ્યુન્સિપલ કમિશ્નર બન્યા છે. અમદાવાદના કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણુંક કરાઈ છે.રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી અંગેનો પરિપત્ર બહાર પડાયો છે.
જેમાં અમદાવાદના નવા કલેક્ટર ધવલ પટેલને બનાવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ. થેન્નારસનની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદના કલેક્ટર તરીકે ડી.એસ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ડી.પ્રવિણાની ગાંધીનગર કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રમેશ મેરઝાની ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમજ દિલીપ રાણાની કચ્છના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
જ્યારે બી.આર દવેની તાપીના કલેક્ટર તરીકે, બી.કે પંડ્યાની મહીસાગરના કલેક્ટર તરીકે, યોગેશ નિરગુડે ટ્રાઈબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે પી.આર જોષી ભરૂચના DDO બન્યા છે. બી.કે વસાવા સુરતના DDO બન્યા છે. એસ.ડી ધાનાણી દ્વારકાના DDO, સંદીપ સાગલે ગાંધીનગરના કમિશનર બન્યા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગના કલેક્ટર તરીકે અને જી.ટી પંડયાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.