અમદાવાદ : સોલા પોલીસે સરદાર પટેલ રિંગ રોડ ઓગણજ પાસેના એક એસ્ટેટમાંથી 21 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયર ઝડપી લઇ એક શખ્સને ઝડપી લઇ દારૂના વેપલામાં તેની સાથે કોણ કોણ જોડાયું એ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ પરમારને બાતમી મળી હતી કે, સરદાર પટેલ રિંગરોડ નજીક ઓગણજ ગામની સીમમાં આવેલા કપિધ્વજ એસ્ટેટના 20 નંબરના સેડમાં કોઈએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવ્યો છે. પોલીસની ટીમ તરત જ બાતમીની જગ્યાએ સ્ટાફ સાથે શેડમાં પહોંચી ગઈ હતી અને ચેક કરતા વિદેશી દારૂનું આખું ગોડાઉન મળી આવ્યું હતું.
સોલા પોલીસને વિદેશી દારૂની 3548 બોટલ તેમજ બિયરના 1584 ટીમ મળી આવ્યા હતા. લગભગ 21 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરના ટીન સોલા પોલીસે કબજે લીધા છે અને ગોડાઉનમાંથી વિપુલ ગોસ્વામી નામનો યુવક ઝડપાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં દારૂના વેપલામાં તેની સાથે વિપુલ નાઈ નામનો યુવક સંકળાયેલો હોવાને લઈને તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.