અમદાવાદ : અમદાવાદના શહેરીજનો માટે ખુશખબર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની AMTS બસો હવે અમદાવાદ શહેરના રિંગરોડ પર પણ દોડશે. શહેરના રિંગરોડ પર પૂર્વ અને પશ્ચિમ એમ બે રુટ પર AMTSની બસ દોડાવવામાં આવશે. રિંગરોડ પર આવતીકાલે 17 ઓક્ટોબર સોમવારે પહેલો રુટ ચાલુ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સૌ પ્રથમ પૂર્વમાં રૂટ શરૂ કર્યા બાદ પશ્ચિમમાં પણ બસો દોડવામાં આવશે. અમદાવાદના પૂર્વના રુટ પર 15 સ્ટોપ હશે. જેમાં વટવા ક્રોસ રોડ, રોપડા ચોકડી, વિનોબાભાવે નગર ક્રોસ રોડ, લાલગેબી આશ્રમ સહિતનાં સ્ટોપનો સમાવેશ કરાયો છે.
રિંગરોડ પર મોટા ભાગે મોટા અને ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે, જેની સામે પેસેન્જર વાહનોની સંખ્યા ખુબ જ ઓછી રહે છે. આવી સ્થિતિમાં રિંગરોડ પર AMTSની બસ સેવા શરૂ થતા અમદાવાદના શહેરીજનોને મોટી રાહત થશે.