અમદાવાદ : દિવાળી પહેલા રાજ્ય સરકાર દ્વારા લોકોને ભેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.સાથે સાથે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ સરકારે વર્ષના 2 સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે.
ચૂંટણી પહેલા ગુજરાત સરકારે ગુજરાતની જનતા ખુશ થઈ જાય તેવી જાહેરાત કરી છે. મળતા અહેવાલો અનુસાર સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ સરકાર તમામ લોકોની ચિંતા કરે છે. પીએમ મોદીએ ગરીબ કલ્યાણકારી નીતિઓ બનાવી છે. ત્યારે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 38 લાખ લાભાર્થીઓ માટે સરકારે વર્ષના 2 સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે. સિલિન્ડર લીધાના ત્રીજા દિવસે તેમના ખાતામાં રૂપિયા જમા થઈ જશે.