અમદાવાદ : વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ સમાજનું ભવિષ્ય છે, છતાં આધુનિક સમાજમાં પણ બાળકોની જાતીય સતામણીના બનાવ સતત વધ્યા છે. અવારનવાર આવા બનાવ સામે આવે છે. જેને લઈને નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલય દ્વારા એક અનોખો પ્રયાસ કરી “પોક્સો એક્ટ” અંગે માહિતી અને માર્ગદર્શન અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જાણીતા એડવોકેટ દ્વારા સ્કૂલની વિધાર્થિનીઓને POCSO એક્ટ અંતર્ગત વિવિધ માહિતી આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ આ સેમિનારમાં જાણીતા એડવોકેટ યામિનીબેન બારોટ અને એડવોકેટ ચિન્મયીબેન ત્રિવેદી દ્વારા પોક્સો (POCSO) ( protection of children from of sexual offences) એક્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તમારી સાથે કોઈ અડપલાં કરે કે લાલચ આપી ફોસલવાની કોશિશ કરે અથવા તમે આવું કરતા કોઈને જુવો તો 1098 હેલ્પલાઈન પર કોલ કરો.તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસને જાણ કરવાનું ઇનામ પણ આપવામાં આવશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે POCSO એક્ટમાં કેસના ચુકાદા એક વર્ષની અંદરજ આવી જાય છે અને ભોગ બનનારની સમસ્ત માહિતી ગુપ્ત રખાતી હોય છે.એટલે ડરવાની મૂંઝવણમાં રેહવાની જરૂર નથી, પોલીસ તમારી સાથે છે.
નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ આ સેમિનારમાં શિક્ષકગણ સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં તેમજ બહોળી સંખ્યામાં બન્ને હાઇસ્કૂલના વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.