અમદાવાદ : હવે કોરોનાની અસર નામ માત્રની થઈ હોવાથી લોકોમાં તહેવારોની ઉજવણીને લઈને ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે નવરાત્રિનો તહેવાર પણ ખૂબજ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવા માટે અમદાવાદના પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે.
દિવાળીના તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નરના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં રાત્રે આઠ વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે અને બજાર,શેરીઓ તથા ગલીઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે.