અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન ટ્રાફિકના નિયમોને લઈને એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરાઈ છે કે ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીના તહેવારોમાં પોલીસ દ્વારા કોઈ પણ દંડ નહીં થાય.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતભરના વાહનો ચાલકોને સરકારે તહેવારોમાં મોટી રાહત આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીના તહેવારોમાં પોલીસ દ્વારા કોઈ પણ દંડ નહીં થાય. ફક્ત ટ્રાફિક સિગ્નલ તોડનારને ટ્રાફિક પોલીસ દ્વારા સમજાવવામાં આવશે. આ નિર્ણય 27 ઓક્ટોબર સુધી લાગુ રહેશે એટલે કે આગામી 6 દિવસ હવે પોલીસ જનતા પાસેથી ટ્રાફિક નિયમોને લગતો કોઈ પણ દંડ વસૂલી નહીં શકે.
તહેવારની સિઝનમાં સરકાર તરફથી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતાં નાગરિકોને અપીલ પણ કરી છે કે વાહન ચાલકો પણ નિયમોનું પાલન કરે. જેથી પોલીસ પણ કોઈ નિયમોનું ઉલ્લઘન કરે તો ફક્ત સમજાવે દંડ ન કરે.