અમદાવાદ : અમદાવાદીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે ખાસ કરીને શનિ-રવિ પેસેન્જરોનો રસ વધુ જોવા મળી રહ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને જે કોરિડોર પર પેસેન્જરોનો ટ્રાફિક વધુ હોય તો તે મુજબ ફ્રિકવન્સી વધારી રહી છે. ટ્રાફિક વધતા મેટ્રોએ કેટલાક દિવસોમાં દર 30 ના બદલે દર 15 મિનિટે મેટ્રો દોડાવાઈ હતી. દિવાળીની રજાઓમાં મુસાફરોનો રસ જે કોરિડોરમાં વધુ વધશે તો દર 30 મિનિટને બદલે 15 મિનિટે મેટ્રો દોડાવાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મેટ્રો હાલમાં દર 30 મિનિટે સમય સવારે 9 થી રાતે 8 કલાકનો જ રહેશે. જેમાં કોઇ ફેરફાર કરાશે નહીં કેમ કે ફલાઇટની જેમ મેટ્રોમાં ડ્રાઇવરના ડ્યુટી અવર્સ ફિક્સ હોય છે. અમે મેટ્રોના સમયમાં ફેરફાર કરી શકીએ નહીં, મુસાફરોની સંખ્યા વધશે તો 30 મિનિટના બદલે 15,18,20 મિનિટે ફ્રિકવન્સી મળી રહે તેવી સુવિધા ઉપલ્બધ કરાશે.