અમદાવાદ : દિવાળીના તહેવાર નિમિતે યુથ કોંગ્રેસ દ્વારા શહેરના કેટલાક વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને કપડાં,મીઠાઈ અને ફટાકડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના એસ.જી.હાઇવે, સરખેજ,ખોખરા,મણીનગર સહિત કેટલાક વિસ્તારમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોના નિવાસ સ્થાને અને નાના ભૂલકાઓના ચેહરા પર હાસ્યની લહેરખી આવે તેવા ઉમદા ભાવ સાથે કપડા મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત યુથ કોંગ્રેસના કાર્યકરોએ રાતે આ બાળકો સાથે જ ફટાકડા ફોડી દિવાળી ઉજવવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણા અને તેમના સાથી કાર્યકરોએ દિવાળીના તહેવાર નિમિતે જરૂરિયાતમંદ બાળકો જે અન્ય બાળકોની જેમ નવા કપડાં,ફટાકડા કે મીઠાઈ ખરીદીને દિવાળી નથી ઉજવી શકતા તેવા બાળકોને શોધીને તેમને વિના મુકયે ફટાકડા,મીઠાઈ અને કપડાં આપવામાં આવ્યા હતા.શહેરના અલગ અલગ વિસ્તારમાં 400 થી વધુ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે દિવાળીની રાતે પણ યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ આ બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી.