અમદાવાદ : અમદાવાદમાં પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓએ ચાલુ ગાડીએ બોનેટ પર ફટાકડા ફોડી રોફ જમાવ્યો. અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અહીં કેટલાક નબીરાઓએ જાહેરમાં રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા. કેટલાક યુવાનોએ બાડીના બોનેટ પર અને કારની ઉપર ફટાકડા ફોડ્યા હતા. આ યુવાનોના કૃત્યોને લીધે રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા, જ્યારે શહેરની પોલીસ નિષ્ક્રિય જોવા મળી હતી.
સમગ્ર દેશમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ લોકોની જાનહાનિને નુકસાન તે પ્રકારે લોકોનુ વર્તન જોવા મળ્યું હતું. શહેરની ઓળખ બનેલા એવા સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરો ગાડીમાં દારૂખાનું લઇને આવ્યાં હતાં. અને આ યુવાનોએ દારૂખાનું રોડની સાઇડમાં કે પછી ખુલ્લા મેદાનમાં ફોડવાના બદલે જાહેર રોડ પર જ ફોડવાનું શરૂ કર્યું. જાણ કે સામાન્ય વાહન ચાલકોની જીવની કોઇ પરવાહ ન હોય તેમ રોડને બાનમાં લઇને રોડ પર જ ફટાકડા ફોડ્યા હતા.
અંતે આ યુવાનોની હરકતના વીડિયો વાયરલ થયા બાદમાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.પોલીસએ સોશીયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે સ્કોર્પિયોના રજીસ્ટ્રેશન નંબરના આધારે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ સંજોગોમાં આ પ્રકારનું વર્તન કરતા યુવકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી બને છે. કારણ કે ફટાકડા ફોડવાના કારણે આ સિવાય પણ અનેક જગ્યાએ મારામારીના બનાવો પણ સામે આવ્યાં છે.