અમદાવાદ : સાબરમતી રિવરફન્ટ પર ક્રૂઝમાં બેસવા જતા મહિલા પાણીમાં ગરકાવ થઈ હતી. મળતા રિપોર્ટ મુજબ શુક્રવારે રાત્રે ક્રુઝમાં બેસતા સમયે આ ઘટના બની હતી.રિવરફન્ટ પર ક્રૂઝમાં બેસવા જતા મહિલા પાણીમાં ગરકાવ થઇ હતી. ક્રૂઝના સંચાલકની બેદરકારીના કારણે મહિલા નદીમાં પડી ગઇ હતી. મહિલાને બચાવવા પરિવાર અને બાળકોએ બૂમો પાડી પણ બોટચાલકો કે કોઈ રેસ્ક્યુ ટિમ બચાવવા પણ ન આવી હોવાનું જાણવા મળ્યું છે.
રિવરફન્ટમાં આવેલી એન્ટાર્ટિક સી વર્લ્ડની ક્રુઝ અને પ્લેટફોર્મ વચ્ચે અંતર વધી જતાં મહિલા પાણીમાં ખાબકી હતી. જો કે સદનશીબે કોઈ જાનહાની થઈ નથી. ઘટનાસ્થળે હાજર સ્થાનિકોએ તાત્કાલિક મહિલાને બચાવી લીધી હતા. આ ઘટનાને પગલે સ્થળ પર હાજર સૌ કોઈ લોકોના શ્વાસ અધર ચડી ગયા હતા. જો સમયસર સ્થાનિક લોકોએ મદદ ન કરી હોત તો દુર્ઘટના ઘટતા વાર ન લાગત.
સમગ્ર મામલે પોતાની બેદરકારી ભૂલીને એન્ટાર્ટિકા સી વર્લ્ડની ટીમ પરિવારને પાણી અને કોફી આપીને વાતો કરવા લાગી અને તેમની પાસેથી ટિકિટ લઇને તેમને પૈસા પણ તાત્કાલિક રીફન્ડ આપી દીધા હતા. ત્યારબાદ અન્ય પેસેન્જર સાથે ક્રુઝ ચાલુ કરીને રવાના કરી દેવામાં આવી હતી. આ મામલે મહિલાએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનને ફરિયાદ કરી છે.