અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વિહિકલ માટે મોયા પાયે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે, કોર્પોરેશને ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટર કંપનીએ જે પાવરનો વપરાશ થાય તેના 1 રૂપિયા પ્રતિ યુનિટ રેવન્યુ શેરીંગ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાના રહેશે, 5 વર્ષ માટે ઓપરેટર કંપનીને જગ્યા આપવામાં આવ્યા બાદ કામગીરીને રીવ્યુ કરી, વધુ 5 વર્ષ માટે જગ્યા આપી શકાશે એવો નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં બાપુનગર ઓવરબ્રિજ નીચે, વીર સાવરકાર સંકુલ બહાર, નરોડા ફ્રુટ માર્કેટ પાસે, જમાલપુર ઓવરબ્રિજ નીચે, સીટીએમ બ્રિજ નીચે, ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ નીચે, ન્યૂ સીજી રોડ, ચાંદખેડા, પ્રહલાદનગર ગાર્ડન સામે સહિત 24 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે.