અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેથી માર્ગ અકસ્માતના કિસ્સોઓ વધુ સામે આવતા હોય છે. ખાસ કરીને SG હાઇવે પર ઓવર સ્પિડના કારણે સર્જાતા અકસ્માતને રોકવા માટે પોલીસે સ્પિડ કમેરાનો પ્રયોગ અપનાવ્યો હતો અને જેનાથી કેટલાક અંશે તો અકસ્માતમાં ઘટાડો થયો હતો પરતું અકસ્માતમાં થતી ઈજા અને અકસ્માત અટકાવવા ફરીથી તંત્ર દ્વારા નવતર પ્રયોગ કર્યો છે. હાઈવે પર તંત્ર દ્રારા ડનલોપની ગાદી વાળા અવરોધો લગાવવામાં આવ્યા છે. જે પ્રયોગથી લોકોમાં પણ ખુશી છે.
SG હાઇવે પર પણ અકસ્માતો વધી રહ્યા છે. આ તમામની વચ્ચે અમદાવાદ પોલીસે હાઈવે પર સ્પીડ કેમેરા સાથે એક નવતર અભિગમ પણ અપનાવ્યો છે. આ અભિગમ અંતર્ગત હવેથી SG હાઇવે પર આવેલા તમામ બ્રિજ પર વચ્ચેના ભાગ પર અવરોધો લગાવવામાં આવ્યા છે. આ અવરોધો લગાવવાથી અકસ્માત સમયે બ્રિજ પર વધારે જાનહાનિ સર્જાશે નહીં. સાથો સાથ અકસ્માત સમયે શરીરના ભાગમાં ઈજા પણ ઓછી પહોંચે તે હેતુસર અવરોધો વચ્ચે ડનલોપની ગાદી પણ મુકવામાં આવશે.
અમદાવાદમાં અકસ્માત ટાળવા તંત્રએ નવતર અભિગમ અપનાવ્યો છે. નવા બનેલા SG હાઇવે પર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેથી SG હાઇવે પર અકસ્માત અટકાવવા અવરોધો લગાવાયા છે. જ્યાં ડનલોપની ગાદી વાળા અવરોધો લગાવવામાં આવ્યા છે. જે નવતર અભિગમને વાહન ચાલકોએ આવકાર્યો છે. નવા અભિગમથી રોજ મુસાફરી કરતા વાહન ચાલકોમાં પણ ખુશી જોવા મળી છે.