અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશનું ઇલેક્શન હોય, ઉમેદવારો મતદારોને રીઝવવા જાતજાતના સપનાઓ અને વાયદાઓના લોલીપોપ આપતા હોય છે. જેમાં વિરમગામ બેઠક પરથી ભાજપે કોંગ્રેસમાંથી છેડો ફાડી અને ભાજપનો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલે મહત્વની જાહેર કરી છે.
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને હંફાવનાર હાર્દિક પટેલ આ ચૂંટણીમાં ભાજપ સાથે જોવા મળી રહ્યા છે. આ દરમિયાન હવે ભાજપે વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી જીતશે તો પોતાનો ધારાસભ્ય તરીકેનો પગાર સેવા કાર્યમાં વાપરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા મારફતે કરી છે.
જાણો શું લખ્યું ફેસબૂક પોસ્ટ પર
હાર્દિક પટેલે પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે , હું હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના 39- વિરમગામ વિધાનસભાના ઉમેદવાર તરીકે વચન આપું છું કે વિરમગામ4 મંડળ અને દેત્રોજની જનતા મને આશીર્વાદ આપીને જિતડશે તે બાદ ધારાસભ્ય તરીકે આવતો તમામ પાર વિરમગામ, મંડળ અને દેત્રોજની પાંજરાપોળ, ટ્રસ્ટ સંચાલિત મહિલા છાત્રાલયો, શિક્ષણ અને સામાજિક સેવા પાછળ ખર્ચ કરીશ.