અમદાવાદ : અમદાવાદમાં તાજેતરમાં જે મેટ્રો ટ્રેનની શરુઆત કરવામાં આવી છે પરંતુ વાડજ શહેરના છ મેટ્રો સ્ટેશન પર હજી સુધી આ સ્ક્રીન ડોર મૂકવામાં નથી આવ્યા. જેને લઈને મુસાફરોની સુરક્ષાના સંદર્ભમાં આ એક મોટું જોખમ છે.
અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર, અમદાવાદના મેટ્રો સ્ટેશન પર લગાવાયેલ પ્લેટફોર્મ સ્ક્રીન ડોર ચાઈનામાં બનેલા છે. પ્લેટફોર્મ સ્ક્રીન ડોર ટેક્નોલોજી શાંઘાઈની એક કંપની પાસેથી ઈમ્પોર્ટ કરવામાં આવી છે. સપ્લાયમાં કોઈ સમસ્યા થઈ હોવાને કારણે શહેરના છ મેટ્રો સ્ટેશન પર હજી સુધી આ સ્ક્રીન ડોર મૂકવામાં નથી આવ્યા. મુસાફરોની સુરક્ષાના સંદર્ભમાં આ એક મોટું જોખમ છે.
અમદાવાદ શહેરમાં મેટ્રોના 32 સ્ટેશન છે. રેલવે ટ્રેક 750 વોટનો ડાઈરેક્ટ કરંટ(ડીસી) ધરાવે છે. અકસ્માતની સંભાવનાઓ ટાળવા માટે તેમજ ભવિષ્યમાં ડ્રાઈવર વગરની ટ્રેનનું સંચાલન કરવા માટે તમામ સ્ટેશન પર PSD ઈન્સ્ટોલ કરવામાં આવે છે. જ્યારે ટ્રેનના દરવાજા ખૂલે છે ત્યારે PSD પણ ખૂલે છે. ટૂંકમાં, સ્ટેશન પર ટ્રેન રોકાય તો પહેલા દરવાજો ખૂલે અને પછી સ્ક્રીન ડોર ખૂલે. પરંતુ અમદાવાદના ઘણાં પ્લેટફોર્મ પર હજી સુધી આ સ્ક્રીન ડોર મૂકવામાં નથી આવ્યા.
અહેવાલ અનુસાર પાલડી, ગાંધીગ્રામ, ઉસ્માનપુરા, વાડજ, રાણીપ અને વિજયનગર મેટ્રો સ્ટેશન પર આ PSD ઈન્સ્ટોલ કરવામાં નથી આવ્યા. જેના પરિણામે તમામ દરવાજા ખુલ્લા છે. જ્યારે પણ કોઈ મેટ્રો ટ્રેન આવે છે, તમામ લોકો આગળ જતા રહે છે જે જોખમી છે. મુસાફરોને ઓપન સ્ક્રીન ડોરથી દૂર રાખવા માટે સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.