અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. ઉમેદવારો મતદારોને રીઝવવામાં કોઈ કચાશ રહી ના જાય માટે અલગ અલગ પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.હવે ઉમેદવારો પ્રચાર દરમિયાન પણ અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે.
અમદાવાદની એલિસબ્રિજ બેઠકના ઉમેદવાર પણ કંઈક આવા જ અંદાજમાં જોવા મળ્યા.અમિત શાહે ગુરુવારે પોતાના મત વિસ્તારમાં પ્રચાર રેલી દરમિયાન ચા બનાવીને કાર્યકરો અને સ્થાનિકોને પીવડાવી હતી. સોશિયલ મીડિયામાં અમિત શાહનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અગાઉ બુધવારે નિકોલમાં પણ જગદીશ પંચાલ ચા બનાવી હતી તેનો વીડિયો વાયરલ થયો હતો.