21.9 C
Gujarat
Thursday, January 2, 2025

ગાંધીનગરમાં બસની ટક્કરથી સ્કૂલવાન પલટી, 10 બાળક ઈજાગ્રસ્ત અને એક ગંભીર

Share

ગાંધીનગર : ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે આજે સવારના ખાનગી બસની ટક્કરથી કેન્દ્રીય વિધાલયની સ્કૂલવાન પલટી જતાં 10 બાળકને નાનીમોટી ઈજાઓ થવા પામી છે, જે પૈકી એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં વિદ્યાર્થીઓની બૂમાબૂમથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

આજે સવારે ગાંધીનગરના ચ-6 સર્કલ પર ખાનગી બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે હંકારીને સ્કૂલવાનને ધડાકાભેર ટક્કર મારતાં વાન પલટી ગઈ હતી. સ્કૂલવાનમાં 12 બાળક હતાં, જેમાંથી 10ને શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી છે. તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, જે પૈકી એકની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે એકને હાઇટેક અને એકને કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માત બાદ વિદ્યાર્થીઓની બૂમાબૂમથી રાહદારીઓ અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યાં હતાં. ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ લઈ જવાતાં તેમના વાલીઓ પણ સિવિલ દોડી આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે. આ બાળકો સેકટર – 23 કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો છે અને બસના ડ્રાઇવરની ધરપકડ કરી લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles