અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીના કાયદા માત્ર કાગળ પર જ છે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાંથી દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી. આ ફેક્ટરી સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. મળતા અહેવાલ પ્રમાણે આ ફેક્ટરીમાં મહિનામાં એક લાખ લિટર દારૂ તૈયાર થતો હતો, અને તેને શહેરના જુદા જુદા બુટલેગરોને મોટા પાયે સપ્લાય કરવામાં આવતો હતો.
સરદારનગરના છારાનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂ બનાવવાની ફેકટરી પકડી હતી. આ ફેકટરીમાં મહિનામાં 1 લાખ લિટર દેશી દારૂ બનાવીને અમદાવાદના જુદા જુદા બુટલેગરોને સપ્લાય કરવામાં આવતો હતો.આ દારૂની ફેકટરી સરદારનગર પોલીસની મીઠી નજર હેઠળ ચાલતી હોવાનું પૂરવાર થતા ડીજીપી આશિષ ભાટિયાએ સરદાનગર પીઆઈ વી.આર.ચૌધરી અને પીએસઆઈ આર.પી.દરજીને સસ્પેન્ડ કર્યા છે.
તપાસમાં એવું સામે આવ્યું હતું કે આ અંગે પીઆઈ ચૌધરી અને પીએસઆઈ દરજી સામે પગલા લેવા ચૂંટણી અધિકારીને ફાઇલ મોકલવામાં આવી હતી. જેને મંજૂરી મળતાં ડીજીપીએ બંનેને સસ્પેન્ડ કર્યા છે.