અમદાવાદ : રાજયમાં વિધાનસભા ચૂંટણી માટે પાંચ ડીસેમ્બરના રોજ અમદાવાદમાં મતદાન યોજાનાર છે.આ સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.આ દિવસે આવશ્યક સેવા ચાલુ રખાશે.આવશ્યક સેવાઓ સાથે ફરજ બજાવતા કર્મચારીઓને મતદાન કરવા જવા દેવામા આવશે.
પાંચ ડીસેમ્બરના રોજ રાજયના અન્ય જિલ્લાઓની સાથે અમદાવાદની પણ તમામ બેઠક માટે એક જ દિવસ મતદાન યોજાવાનુ હોવાથી વટાઉખત અધિનિયમ-૧૮૮૧ની કલમ-૨૫ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ વિસ્તારમા આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓમા ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ મતદાન કરી શકે એ હેતુથી રજા જાહેર કરવામા આવી છે.
પાંચ ડીસેમ્બરના રોજ શહેરમાં સફાઈ સહિતની અન્ય આવશ્યક સેવાઓ ચાલુ રાખવાની હોવાથી આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઆને મતદાન કરવા માટે જવા દેવાની વ્યવસ્થા કરવા આ પ્રકારની સેવાઓ સાથે સંકળાયેલા સંબંધિત વિભાગના ઉપરી અધિકારીઓને સુચના આપવામાં આવી છે.