અમદાવાદ : અમદાવાદમાં દિન પ્રતિદિન લૂંટની ઘટના વધતી હોય તેવું જણાઈ રહ્યું છે. પોલીસના કડક વલણ અને સતત પ્રેટ્રોલિગ હોવા છતા લૂંટની ઘટના સામે આવી રહી છે. અમદાવાદના આનંદનગરમાં વિદ્યાર્થી પાસે લૂંટ થઈ છે. વિદ્યાર્થી ત્રણ શખ્સોએ ધારદાર હથિયાર બતાવીને લૂંટ ચલાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આનંદનગર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીને રસ્તો પૂછવાના બહાને ઉભો રાખ્યો હતો અને ત્યારે બાદ તેને લૂંટી લેવામાં આવ્યો હતો.મોબાઈલ, વોચ અને સોનાની ચેઇન લૂંટીને શખ્સો ફરાર થયાં છે. જે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.
આ અગાઉ સાબરમતી પોલીસ સ્ટેશન હેઠળના ન્યુ રાણીપ વિસ્તારમાં નોકરીથી ઘરે આવતા યુવાનને રોડ વચ્ચે ઉભો રાખી લૂંટી લેવાયો હતો, જેમાં સાબરમતી પોલીસ દ્વારા 24 કલાકમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ હતી.