અમદાવાદ : અમદાવાદ ખાતે મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જંગી સભા યોજાઈ હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, ઘણા સમયે હું અમરાઈવાડીમાં આવ્યો છું. અમરાઈવાડીને જય શ્રી રામ કહેવા આવ્યો છું. ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા મત આપવાનો છે. હસમુખભાઈને ધારાસભ્યની સાથે ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા છે.
ગૃહમંત્રીએ જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું કે રાધિકા જિમખાના AK 47 રાઇફલથી ફાયરિંગ થયા હતા. આજે શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ નીકળે છે કોઈની તાકાત નથી કાકરીચાળો કરે. ગુજરાતને રમખાણમુક્ત કરાવવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યું છે. પૂર્વ અમદાવાદને ફાયદો વધુ થયો છે. સાંસ્કૃતિક હોલ બનાવ્યા, કેનલનું બ્યુટીફીકેશન કરવાનું કામ પૂર્વ માટે થયું છે.
શાહે વધુમાં ઉમેર્યું કે, બાબુભૈયાથી કુખ્યાત વિસ્તારમાં વિકાસ કર્યો. ગેરકાયદેસર કારખાનોને અધિકૃત ફેકટરીનો પરવાનો પણ ઔધોગિક એકમોથી રોજગારો ઉભો કર્યો. અમદાવાદને હેરિટેજ સિટીમાં સ્થાન અપાવ્યું. આ કોંગસિયાઓએ બેગમ બાદશાહનું સીટી બનાવેલું, નરેદ્ર ભાઈ એ હેરીટેજ સીટી બનાવ્યું. અત્યારે જ કહું છું 1 જાન્યુ. 2024ની અયોધ્યાની ટિકિટ બુક કરાવી લો રામ મંદિર તૈયાર હશે, 2036નું ઓલમ્પિક અમદાવાદમાં આવશે.
ભાજપે 2002માં કોમી રમખાણો કરાવનારાને પાઠ ભણાવ્યો હતો. હું મંત્રી હતો ત્યારે કાંકરિયા બનાવવા માટે પ્રસ્તાવ લવાયો કોંગી નેતાઓ ઉપવાસ પર ઉતરી ગયા હતા. આ તો મોદીને કારણે તમને કાંકરિયા મળ્યું છે. ભાજપના ગાંધીનગર લોકસભાના 37ના કાર્યકર્તાઓ કોરોનામાં લોકોને હોસ્પિટલમાં પહોંચાડતા, સ્મશાન પહોંચાડતા કામ કરતા કરતા જિંદગી ગુમાવી છે. અમિત શાહે અમદાવાદ ખાતે જનસભાને સંબોધિત વખતે કોંગ્રેસને આડે હાથ લીધા હતા.