અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે ત્યારે પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. ટીવી અહેવાલો મુજબ આવતીકાલે અમદાવાદમાં PM મોદી 30 કિમી લાંબો પ્રચંડ રોડ શો કરે તેવી શક્યતાઓ છે, આ રોડ શો દરમ્યાન અમદાવાદની તમામ બેઠકો આવરી લેવાય તેવો 30 કિમી રોડ શોની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, જો કે આ બાબતે હજુ સુધી સત્તાવાર જાણકારી અપાઈ નથી.
અંતિમ દિવસોમાં પણ ભાજપ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહી છે. PM મોદીએ ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે 27 અને 28 નવેમ્બરના રોજ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.બીજા તબક્કાની ચૂંટણીને લઈને PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં આવતીકાલે એટલે 1 ડિસેમ્બરના રોજ બપોર બાદ અમદાવાદમાં રોડ શો કરશે. રોડ શો બાદ જાહેરસભા કરશે એવી જાણકારી મળી રહી છે. જેમાં 01 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાવવાનું છે.