અમદાવાદ : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગે આસપાસ અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
મતદાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વાર મોટા ભાઈ સોમાભાઈના ઘરે પણ ગયા હતા. વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમ વાર મોટા ભાઈને ત્યાં ગયા હતા. સોમાભાઈ રાણીપના સોમેશ્વર ટેનામેન્ટમાં રહે છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટાભાઈ સોમાભાઈના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.