અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. શિયાળાના સમય દરમિયાન કડકડતી ઠંડી પડતી હોવાથી સવારની શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ વાલીઓમાં ઉઠી છે. સવારની શાળાનો સમય એક કલાક મોડો કરવા માંગ કરવામાં આવી રહી છે.
શિયાળાના સમય દરમિયાન કડકડતી ઠંડીના કારણે પ્રાયમરી અને પ્રિપ્રાયમરી શાળાના બાળકો વહેલી સવારે ઉઠી બાળકો શાળાએ જતા બાળકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યાં છે. જેને પગલે સવાર પાળીની શાળાના સમયમાં ફેરફાર કરવા વાલીઓમાં માંગ ઉઠી છે.
આ ઉપરાંત ધીમે-ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. જેના કારણે શરદી, ખાંસી અને વાયરલ બિમારીઓના કેસમાં વધારો થયો છે. વધતી ઠંડીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવાની વાલીઓમાં માંગ વધી છે.