અમદાવાદ : અમદાવાદ સહીત ગુજરાતમાં ચૂંટણીની સીઝન પુરી થઈ ગઈ છે. ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ અમદાવાદીઓને કાંકરિયા કાર્નીવલ અને ફ્લાવર શૉની જનતાને ભેટ આપવા AMC તૈયારીઓમાં જોડાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ દર વર્ષની જેમ અમદાવાદના રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડન ખાતે નાની ક્યારીઓ વાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી કાર્નીવલ અને ફ્લાવર શૉની તૈયારીઓની થીમ નક્કી કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં નક્કી થશે. ગુજરાતના નવા મુખ્યમંત્રીના શપથવિધિ બાદ થીમ નક્કી કરવા AMCમાં બેઠક થશે. આ વર્ષે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે કોરોના મહામારીના કારણે ફ્લાવર શો અને કાંકરિયા કાર્નિવલ રદ કરવાની ફરજ પડી હતી. છેલ્લા 2 વર્ષથી કાંકરિયા કર્નિવલ અને ફ્લાવર શો રદ કરાયો હતો.ત્યારે હવે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોની તૈયારીઓ તેજ કરાઈ છે.