અમદાવાદ : અમદાવાદ શહેરના નારણપુરાનો એસઆઇ 50000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે. મારામારીના કેસમાં પકડાયેલા આરોપીને લોકઅપમાં ન મુકવા અને ન મારવા માટે તેણે 50000 રૂપિયાની લાંચ માંગી અને એસીબીના છટકામાં ઝડપાયેલા ASIનો પર્દાફાશ થયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના ASI અનિલ શુકલાએ મારામારીના કેસમાં ફરિયાદીને લોકઅપમાં ના રાખવા અને ફરિયાદીને ના મારવા 50000ની લાંચ માંગી હતી.માર મારવાના ગુનામાં આરોપીએ એએસઆઈ સાથે મોબાઇલ પર વાત કરીને તેની પાસે લાંચના નાણાની માંગણી કરેલી હતી. જે લાંચની રકમ માર મારવાના કેસનો આરોપી આપવા માંગતો ન હતો.
જેથી ફરિયાદીએ ACBનો સંપર્ક કરી તેણે ફરિયાદ આપતા ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. નારણપુરા પોલીસ સ્ટેશનનું સામેના ફૂટપાથ પરથી જ ACBએ ASI અનિલ શુકલાને 50,000ની લાંચ લેતા ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલે એસીબી આરોપીને પકડીને તેની સામે કાર્યવાહી કરી છે.