અમદાવાદ : ગત 30મી સપ્ટેમ્બરે PM મોદીએ અમદાવાદની લાઈફલાઈન સમાન મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. એક રિપોર્ટ મુજબ શહેરમાં મેટ્રો શરૂ થયાના 70 દિવસમાં જ 31.20 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. જેના કારણે મેટ્રો રેલ કોર્પોરેશનને 70 દિવસમાં જ 5 કરોડથી વધુની આવક થવા પામી છે. જેમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર મુસાફરી કરનારા લોકોએ મેટ્રોનો સૌથી વધુ લાભ લીધો છે. બીજી તરફ APMC થી મોટેરા રૂટ પર નોર્થ-સાઉથ કોરિડોરમાં 8.42 લાખ પેસેન્જરે મુસાફરી કરી છે.
આ ઉપરાંત શહેરમાં રોજ નોકરી જનારા લોકો સામાન્ય રીતે AMTS કે BRTSનો ઉપયોગ કરતાં હતાં. તેમજ મોટાભાગના લોકો પોતાના વાહન લઈને નોકરી ધંધે જતાં હતાં. પરંતુ મેટ્રોની શરૂઆત થવાથી તેમને વધુ એક સુવિધા પ્રાપ્ત થઈ ગઈ છે. રોજ અપડાઉન કરતાં લોકો માટે ટ્રાવેલ કાર્ડ શરૂ કરાયું છે. આ ટ્રાવેલ કાર્ડનું રોજ અપડાઉન કરતાં લોકો ઉત્તરોત્તર વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે.