અમદાવાદ : આજે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમની સાથે અમદાવાદ શહેરના પોલીસ બેડાના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.એક રિપોર્ટ મુજબ આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ અમદાવાદ જેવા મહાનગરમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી રહે, ખાસ કરીને મજૂર-શ્રમિકો હેરાન ના તથા નાગરિકોને પુરતી સુરક્ષા-સલામતિનો અહેસાસ થાય તેવી વ્યવસ્થા માટે પોલીસ અધિકારીઓની ‘ટીમ અમદાવાદ પોલીસ’ને માર્ગદર્શન આપ્યુ હતું.
આ મુલાકાત દરમિયાન શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ મુલાકાતીઓને પોલીસ સંબંધી જરૂરિયાત, મદદ અને સલામતી વ્યવસ્થા અંગે માહિતગાર કર્યા હતા.પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં કુલ 1500થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. જેમાં 25 થી 30 પીઆઈ અને પીએસઆઈ, 6 DCP કક્ષાના અધિકારીઓ, 2 SRP કંપનીઓનો સમાવેશ થાય છે.