અમદાવાદ : ગુજરાતની તમામ સ્કૂલોમાં ગુજરાતી ફરજિયાત ભણાવવા પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવાયું છે કે તમામ બોર્ડને ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ પડે છે. જેનું પાલન કરવું અનિવાર્ય છે. ગુજરાત હાઇકોર્ટએ ટકોર કરતા કહ્યું કે સરકાર તમામ સ્કૂલને ફરજિયાત ગુજરાતી ભણાવવાના આ નિયમનો કડક અમલ કરાવે તે જરૂરી છે.જે શાળા પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. એટલું જ નહીં, ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવાયું છે કે તમામ બોર્ડને ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ પડે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ હાઇકોર્ટના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમની અનેક સ્કૂલો હજુ પણ ગુજરાતી ભણાવતી નથી. જેને લઈને આ દિશામાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.જે કોઈ બોર્ડ કે પછી શાળાઓ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરતી ના હોય તેમની વિરુદ્ધ રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈએ તેવું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે માતૃભાષા ભણવી એ દરેક વ્યક્તિનો અધિકારી છે. જો સરકાર આ બધા નિયમની અમલવારી કરવામાં લાચાર બનતી હોય કે અસક્ષમ બનતી હોય તો કોર્ટ પોતાનો નિર્ણય આપશે.