અમદાવાદ : આજે 15મી વિધાનસભાનું એક દિવસીય પ્રથમ સત્ર મળશે. વિધાનસભાના એક દિવસીય ટૂંકા સત્રની શરૂઆત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી સહિતના કામકાજ સાથે સરકાર સત્તાવાર કામગીરી શરૂ કરશે, ત્યારબાદ બીજી બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આભાર સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત થશે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેને કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા ગૃહમાં ઇમ્પેક્ટ હુકમના સુધારા વિધેયકને રજૂ કરવામાં આવશે.
આજે વિધાનસભાના એક દિવસીય ટૂંકા સત્રની પ્રથમ બેઠક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી સહિતના કામકાજ સાથે સરકાર સત્તાવાર કામગીરી શરૂ કરશે. આવતીકાલના એક દિવસીય સત્રમાં ઇમ્પેક્ટ હુકમના સુધારા વિધેયકને કાયદાનું સ્વરૂપ આપતું બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે.સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેને કાયદાનું સ્વરૂપ આપવા આવતીકાલે વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બિલ એ સુધારા વિધેયક છે નવુ બિલ નથી.