અમદાવાદ : આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગૃહમાં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ વિના વિરોધે પસાર કરાયું હતું. આ બિલ મુજબ નક્કી કરવામાં આવેલી ફી ચૂકવીને બાંધકામને નિયમિત કરી શકાશે. ઈમ્પેક્ટ ફી કાયદા અંતર્ગત ગેરકાયદેસર બાંધકામ કાયદેસર થાય છે. સામાન્ય ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર બાંધકામનુ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
કેટલી ફી ચૂકવવી પડશે?
50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
50થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
100થી 200 ચો.મી. માટે રૂ. 6000 + 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 12,000+ 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
300 ચો.મી. વધુ 18,000 વત્તા વધારાના માટે રૂ.150 રૂપિયા દર ચોરસ મીટર
અરજી માટેની આ છે સમય મર્યાદા
બિનઅનિધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે અરજી કરવાની રહેશે. આ અરજી કરવા માટે 17 ઓક્ટોમ્બર 2022 થી 4 માસના સમય મર્યાદામાં કરવાની રહેશે. બાંધકામ નિયમિત કરવા માટે ભરવાની થતી ફી અંગેનો હુકમ કરવા 6 માસ અરજીની તારીખથી રહેશે. ફી ભરવા માટેની મર્યાદા બે માસમાં જાણ થઈ ત્યારથી રહેશે. એપલેટ ઓફિસર સમક્ષ અપીલ કરવા ૬૦ દિવસ વધારાના રહેશે. 500 મીટરના અંતરમાં પાર્કિંગ માટે હુકમના તારીખથી ત્રણ માસ રહેશે.