અમદાવાદ : કેન્દ્રની આરોગ્ય મંત્રાલયની COVID-19 માર્ગદર્શિકા મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 2% રેન્ડમ ચેક કરવામાં આવશે. તેમજ સ્વૈચ્છિક RTPCR માટેની વ્યવસ્થા પણ યાત્રિકોનો સમય ન બગડે તે રીતે કરવામાં આવશે.તેમજ માસ્ક ફરજિયાત પહેરાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ હેન્ડ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરાઈ છે.નવીનતમ માર્ગદર્શિકા 24 ડિસેમ્બર 2022થી અમલમાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ એરપોર્ટે પ્રશાસને સુનિશ્ચિત કર્યું છે કે અગમચેતીના પગલાં અને આરોગ્ય સલાહના મેસેજ સમગ્ર ટર્મિનલ પર યોગ્ય જગ્યાએ મુકવામાં આવે. સરકાર દ્વારા સમયાંતરે આપવામાં આવતા નિર્દેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી COVID-19 ના નવા વેરિએન્ટની અસર ઘટાડવા તમામ જરૂરી પગલાં લઈ રહી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને પણ એરપોર્ટ સ્ટાફને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.