અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ એજ્યુકેશન કેમ્પસના ૧૮માં સ્પોર્ટ્સ-ડે ની ગત તા 24-12-22 ને શનિવારના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પોર્ટસ ડે ની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે એચ. કે. કોલેજ રીટાયર્ડ પ્રિન્સીપાલ શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં કેમ્પસમાં આવેલ તમામ શાળાના તમામ બાળકો દ્વારા ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજના સૌથી જુના કેમ્પસ એવા શ્રી ગણેશ એજ્યુકેશન કેમ્પસ દ્વારા સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આશરે 750 જેટલા બાળકો અને તેમના વાલીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન એચ. કે. કોલેજ રીટાયર્ડ પ્રિન્સીપાલ શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં આવેલ તમામ શાળાના તમામ બાળકો દ્વારા ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોઈ પણ રાષ્ટ્રીય કક્ષાનાસ્પોર્ટ્સ ફેસ્ટીવલનું જે રીતે ઉદ્ઘાટન કરવામાં આવે છે, તે જ રીતે અત્રે પણ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. વિવિધ ટીમો દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ, સ્પોર્ટ્સ ફ્લેમ, સ્પોર્ટ્સ ઓથ, વગેરેની જે રીતે રજુઆત કરવામાં આવી હતી, જેને લઈને સૌ આમંત્રિત મહેમાનો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
શ્રી ગણેશ કેમ્પસમાં યોજાયેલ સ્પોર્ટ્સ ડે ની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેનાર બાળકોને સંબોધતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શ્રી સુભાષ બ્રહ્મભટ્ટએ જણાવેલ કે સ્વસ્થ શરીર અને સ્પોર્ટ્સ એ બાળકો માટે અવિભાજ્ય છે. પ્રત્યેક બાળકે સારા નાગરિક બનવા માટે શિસ્ત, સમૂહજીવન અને પદ્ધતિસરની મહેનત જેવા ગુણો વિકસાવવા સ્પોર્ટ્સમાં સક્રિય ભાગ લેવો જ જોઈએ તથા શાળામાં સર્જાયેલ વાતાવરણ “મીની ઓલમપીયાર્ડ કન્ટ્રી” જેવી અનુભૂતિ કરાવતું હતું તેવું જણાવ્યું હતું.
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાના નાના ભૂલકાંઓ દ્વારા માનવ પીરામીડ, યોગા, લેઝીમ, સાડી ડ્રિલ, એરોબીક્સ વગેરે જેવા હેરતઅંગેજ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા જેને જોઈ સહુ ચકિત થઈ ગયા હતા. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનનો શ્રેય ટ્રસ્ટીશ્રી સૌરભ પટેલ અને કેમ્પસ ડાયરેક્ટર જસ્મીના પટેલને જાય છે.