અમદાવાદ : શહેરના નવા વાડજમાં એક માત્ર હિન્દી માધ્યમની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. તાજેતરમાં સાયન્સ સીટી ખાતે યોજાયેલ ડીસ્ટ્રીક (જીલ્લા) લેવલ સાયન્સ ફેરમાં શાળાના વિધાર્થીઓનું સાયન્સ ફેરનું મોડલ સમગ્ર અમદાવાદ જિલ્લામાંથી 10 પ્રોજેક્ટ સિલેક્ટ થયા હતા એમાં હિન્દી માધ્યમની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલના બે વિધાર્થીઓના પ્રોજેક્ટની પસંદગી થઇ હતી.શાળાના વિજ્ઞાન શિક્ષિકાના અને આ પ્રોજેક્ટના ગાઈડ ટીચર પ્રવિણાબેન સોલંકીએ જણાવ્યું હતું કે લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલના બે વિધાર્થીઓના પ્રોજેક્ટ ડીસ્ટ્રીક (જીલ્લા) લેવલ માટે પસંદ થતા અમારા છાત્રોએ અમારું ગૌરવ વધાર્યુ છે.
પ્રોજેક્ટના ગાઈડ ટીચર પ્રવિણાબેન સોલંકીએ જણાવ્યું હતું કે “વિદ્યાર્થીઓની તંદુરસ્તી પર ખોરાક અને જીવનશૈલીનો પ્રભાવ” પ્રોજેક્ટ મૂળ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ પર સંશોધન પ્રોજેક્ટ હતો.કુલ 113 વિદ્યાર્થીઓ સાથે બેસીને રિસર્ચ કરીને આ પ્રોજેક્ટ બનાવ્યો હતો.આ પ્રોગ્રામમાં જે પ્રોજેકટ રજૂ થાય છે એમાં બાળકોને 2 મહિનાનો સમય ગાળામાં 5 થિમમાંથી એક વિષય પસંદ કરીને એની ઉપર સંશોધન કરીને ,એ સમસ્યાના ઉકેલ સાથે રજૂ કરવાનું રહેતું હોય છે.પ્રોજેક્ટ પ્રદર્શનને ISRO ના અને ગુજકોસ્ટના વૈજ્ઞાનિકો પસંદ કરતા હોય છે ત્યારે શાળાની ટીમની લીડર દિવ્યાંશી રાજપૂત અને ટીમ મેમ્બર ઉમેશ ગુપ્તાએ શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.અને ડીસ્ટ્રીક (જીલ્લા) લેવલ સાયન્સ ફેરમાં પ્રોજેક્ટની પસંદગી થતા સમગ્ર શાળાનું અને વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.