અમદાવાદ : બે વર્ષ બાદ અમદાવાદમાં કોરોનાની ગાઇડલાઇન સાથે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શો આગામી 31 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી સુધી ચાલશે. આ સાથે સવારે 10થી રાતનાં 10 સુધીનો સમય રાખવામાં આવ્યો છે.
અમદાવાદમાં 2 વર્ષ બાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાશે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવાનો નિર્ણય લેવાયો છે. માસ્ક પહેર્યું હશે તો જ ફ્લાવર શોમાં પ્રવેશ મળશે. આ વર્ષે ફ્લાવર શૉમાં અંદાજે 10 લાખ લોકો મુલાકાત લઈ શકે છે. અમદાવાદમાં ફલાવર શૉ દરમિયાન અટલ બ્રિજ બપોર 2 વાગ્યા સુધી જ ખુલ્લો રહેશે. આ ઉપરાંત 14 દિવસ સુધી અટલ બ્રીજ બંધ રહેશે. ફ્લાવર શૉમાં આવતી ભીડને અનુલક્ષીને તંત્ર દ્વારા અટલ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફ્લાવર શૉ માટેની ટીકીટનો દર રુપિયા 30 રાખવામાં આવ્યો છે. આ ફ્લાવર શૉની 20 થી વધુ કાઉન્ટર પરથી ટીકીટ મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ઝોનના સિવિક સેન્ટર પરથી પણ ટીકીટ મેળવી શકાશે. આ ફ્લાવર શૉમાં સ્કૂલ અને 12 વર્ષથી નાના બાળકોનો પ્રવેશ ફ્રી રહેશે. આ અગાઉ બે વર્ષ પહેલા ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યુ હતું અને તે વખતે અંદાજીત 8 લાખ લોકોએ મુલાકાત કરી હતી.