અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર લેવામાં આવતા કચરામાં નાગરિકો દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ આપે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોર્સ સેગ્રિગેશન અભિયાન (ટ્રિગર ઇવેન્ટ) ત્રણ દિવસ માટે હાથ ધરવામાં આવ્યું છે. સૂકો અને ભીનો કચરો અલગ આપવા માટે લોકો જાગૃત થાય તેના ભાગરૂપે AMCના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના બાગ બગીચા અને જાહેર સ્થળો, શાકભાજી વેચનારાઓ અને પાથરણાવાળાઓને સૂકો અને ભીનો કચરો અલગ આપવા માટે થઈ અને સમજ આપવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વ્યક્તિગત રીતે નાગરિક પાસે જઈને તેમને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કચરા ટોપલીમાં નાખવા વિસ્તૃત રીતે સમજ આપવામાં આવી રહી છે. pic.twitter.com/F7iCErjFCk
— Mirchi News (@mirchinews1) January 12, 2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વ્યક્તિગત રીતે નાગરિક પાસે જઈને તેમને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કચરા ટોપલીમાં નાખવા વિસ્તૃત રીતે સમજ આપવામાં આવી રહી છે. જેના અનુસંધાનમાં ગુરુવારે સવારે નવા વાડજમાં આવેલ વંદે માતરમ ગાર્ડનની મુલાકાતે આવનાર દરેક રહીશોને કોર્પોરેશનની ટીમ દ્વારા બેનર અને ડસ્ટબીન સાથે કચરાના નિકાલની માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુ કોર્પોરેશનનું આ પગલું ચોક્કસ આવકારદાયક છે.