અમદાવાદ : ગુજરાત રાજ્યમાં આજે ઉષોઉલ્લાશથી ઉત્તરાયણના તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ સાથે ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી નવા તળિયા પોળમાં ઉજવણી કરી હતી.CM એ પતંગ ચગાવ્યા પછી ચિક્કીનો પણ સ્વાદ માણ્યો હતો.
ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે પણ પતંગ ચગાવીને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી નવા તળિયા પોળમાં ભાજપના કાર્યકરો સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. પતંગ ચગાવ્યા પછી ચિક્કીનો પણ સ્વાદ માણ્યો હતો. ગુજરાતના CM દરિયાપુર પોળમાં ધાબે પર જતા જ આસપાસના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. CMએ અગાસી પરથી જ લોકોનું અભિવાદન કર્યુ હતું.
દરિયાપુરમાં પહોંચેલા CM ભૂપેન્દ્ર પટેલની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ધાબા પર પહોંચ્યા હતા. તેમણે કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યો હતો અને આ દરમિયાન દરિયાપુર બેઠકના ધારાસભ્ય કૌશિક જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.