અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણના પર્વ પર અમદાવાદના મહેમાન બન્યા છે, તેઓ શુક્રવારે સાંજે અમદાવાદ આવ્યા બાદ આજે સવારે સપરિવાર સાથે જગન્નાથ મંદિરના દર્શન કરીને પર્વની ઉજવણીની શરુઆત કરી હતી. ઉત્તરાયણના પર્વ પર કેન્દ્રિય મંત્રી અમિત શાહ અમદાવાદના વેજલપુરમાં પતંગ ચગાવ્યો હતો. અમિત શાહે પરિવાર અને કાર્યકારો સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી. આ તકે સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર સહીત અનેક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.અમિત શાહ આ પછી ઘાટલોડીયા અને કલોલમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરશે.
આ અગાઉ ઉત્તરાયણ પર્વ નિમિત્તે આજે સવારે અમિત શાહે જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાન જગન્નાથના મંદિરમાં પરિવાર સાથે આરતી અને પૂજા-અર્ચના કરીને મહંત દિલીપદાસજી મહારાજ પાસે આશિર્વાદ પણ લીધા હતા. આજના તહેવારે જગન્નાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદના અનેક ધારાસભ્યો તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા.