અમદાવાદ : ટ્રાફિક નિયમના અમલીકરણ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હેલ્મેટ મુદ્દે તથા ટ્રાફિક નિયમો પર હાઈકોર્ટે આકરા તેવર બતાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ આ મામલે ગંભીર બન્યું છે. ટ્રાફિક નિયમો મુદ્દે હાઇકોર્ટની સરકારને ટકોર કરી કે, હજી લોકો હેલ્મેટ પહેરતા નથી. હેલ્મેટ ટુ વ્હીલર માટે જરૂરી છે. હેલ્મેટને લઈ બેદરકારી ન રાખો. હેલ્મેટના નિયમનું ફરજીયાત પાલન કરાવો.
ટીવી અહેવાલો મુજબ આજે ટ્રાફિક નિયમો મૂદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. તમને જણાવી દઈએ કે ટ્રાફિક નિયમો મૂદ્દે હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે ‘હજી પણ લોકો હેલમેટ પહેરતા નથી. હેલ્મેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે, આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઇકોર્ટે સરકારને ફરી એક વખત ટકોર કરી છે.