Tuesday, September 29, 2026

સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થનારી ફ્લોટિંગ રેસ્ટોરન્ટની શું છે ખાસિયતો, જાણો ?

spot_img
Share

અમદાવાદ : સાબરમતી રિવરફ્ન્ટ ખાતે સી પ્લેન અને અટલબ્રિજ બાદ વધુ એક નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું નવું નજરાણું ટૂંક સમયમાં ઉમેરાવા માટે જઈ રહ્યું છે. ત્યારે લોકો હવે રિવરફન્ટ ખાતે નદીમાં તરતી ક્રૂઝમાં જમવાનો આનંદ માણી શકશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી રહી છે. આગામી એપ્રિલ પ્રાપ્ત રિપોર્ટ મુજબ મહિનાના અંતમાં આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકો ફરવાના સ્થળની સાથે હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા પણ રિવરફ્રન્ટ પર માણી શકાશે.

રિવરફ્રન્ટ પર શરૂ થનારી ફ્લોટિંગ રેસ્ટોરન્ટની શું છે ખાસિયતો ?

બે માળની હશે ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
પહેલા માળે એસી કેબિન અને ઉપરના માળે હશે ઓપન સ્પેસ
ક્રૂઝમાં એક સાથે 150 લોકો થઈ શકશે સવાર
ક્રૂઝમાં મનોરંજનની પણ સુવિધા મળી રહેશે
લાઈવ શો, મ્યુઝિક પાર્ટી, બર્થડે પાર્ટી, ઓફિસની મીટિંગ થઈ શકે એવું આયોજન કરાયુ છે
સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે
સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે જેટી તૈયાર કરવામાં આવશે
અક્ષર ટ્રાવેલ્સને સોંપવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ
અક્ષર ટ્રાવેલ્સ કોર્પોરેશનને વર્ષે રુપિયા 45 લાખ આપશે
ક્રૂઝની ટિકિટ અંગેનો નિર્ણય અક્ષર ટ્રાવેલ્સ કરશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...