અમદાવાદ : અમદાવાદના આંગણે આજે 21 જાન્યુઆરીએ રિવરફ્રન્ટ પર નાઈટ મેરેથોન યોજાશે. નશામુક્તિ અભિયાન માટે અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત નાઈટ મેરેથોનને CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરશે. પરંતુ મેરેથોનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રાહદારીઓ માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. માટે સાંજે ઓફિસથી છૂટીને ઘરે જઈ રહ્યા હોય કે તમારા ત્યાં કોઈ મહેમાન આવી રહ્યા હોય તો તેમને નવા રૂટ અંગે જાણ કરવાનું ભૂલશો નહીં.
તમે ઓફિસથી છૂટીને આશ્રમ રોડના બદલે પશ્ચિમના રિવરફ્રન્ટનો ઉપયોગ કરતા હોવ તો આજે સાંજે તમે તે રૂટનો ઉપયોગ નહીં કરી શકો. સાંજે 4 વાગ્યા પછી વાડજ સ્માશનગૃહથી રિવરફ્રન્ટ પશ્ચિમ રોડથી આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તા તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ : રિવરફ્રન્ટ સ્માશાનગૃહથી બંધ રહેવાના કારણે ઉસ્માન પુરા થઈને વાડજ, ઈન્કમટેક્સ, બાટા ચાર રસ્તાથી ટાઉનહોલ થઈને પાલડી જઈ શકાશે. અહીંથી જ આગળ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈને અંજલી ઓવરબ્રિજ થઈને અવરજવર કરી શકાશે.
વાડજથી સુભાષબ્રિજ : વાડજથી ગાંધી આશ્રમ થઈને સુભાષ બ્રિજ જવાનો માર્ગ વાહનચાલકો માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ : સુભાષ બ્રિજ સર્કલથી વાડજ જવા માટે પ્રબોધ રાવળ સર્કલથી ડાબી તરફ પલક ચાર રસ્તા થઈને વાડજ જઈ શકાશે.
પાવર હાઉસથી પાવર હાઉસ ચાર રસ્તાથી રિવરફ્રન્ટ પશ્ચિમ રેલવે બ્રિજ થઈને સુભાષ બ્રિજ સર્કલ તરફ જતો રિવરફ્રન્ટ વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ : પાવર હાઉસ ચાર રસ્તા થઈને ચીમનભાઈ ઓવરબ્રિજ મધ્યભાગથી પ્રબોધ રાવળ સર્કલથી ડાબી બાજુએથી સુભાષબ્રિજ સર્કલ તરફ આગળ વધી શકાશે.
સરદાર બ્રિજથી રિવરફ્રન્ટ : સરદાર બ્રિજ નીચેથી રિવરફ્રન્ટ પૂર્વથી આંબેડકર બ્રિજ રિવરફ્રન્ટ પૂર્વનો માર્ગ અને આંબેડકર ઓવરબ્રિજથી વાહનોની અવરજવર બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ : (A) ખોડિયારનગર ચાર રસ્તા થઈને બહેરામપુરા પોલીસ ચોકી પાછળથી જમાલપુર ચાર રસ્તાથી સરદાર બ્રિજ તરફ અવરજવર કરી શકાશે. (B) ખોડિયાનગર ચાર રસ્તાથી પીરાણા ચાર રસ્તાથી શાસ્ત્રીનગર થઈને વિશાલા સર્કલથી વાસણા ગામથી આશ્રમ રોડ તરફ અવરજવર કરી શકાશે.