અમદાવાદ : અમદાવાદમાં આધારકાર્ડ લિંકનું મોટું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદમાં AMC કાઉન્સિલરના ડુપ્લીકેટ રબર સ્ટેમ્પ અને સહી કરી આધારકાર્ડ લિંક કરવાનું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદના નવા વાડજ વોર્ડના કાઉન્સિલર ભાવનાબેન વાઘેલાના ડુપ્લીકેટ રબર સ્ટેમ્પ અને સહી કરી આધારકાર્ડ લિંક કરવાનું કૌભાંડ ઝડપાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સેટેલાઈટના શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ પોપ્યુલર પ્લાઝા સોમેશ્વર પાર્ક કોમ્પલેક્ષમાં આવેલ આધાર સેવા સાયબર કાફેમાં તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-7ની ટીમેં સ્થળ ઉપર તપાસ કરી 6 લોકોની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં AMCના વધુ કાઉન્સિલરોના રબર સ્ટેમ્પ ઝડપાય તેવી શકયતા છે. આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અગાઉ સુરતમાં આધારકાર્ડમાં ધર્મ બદલવાનું કૌભાંડ ઝડપાયું હતું, જેમાં સાંસદ-ધારાસભ્ય કે કાઉન્સિલરના લેટરહેડનો દુરુપયોગ કરી આધારકાર્ડમાં ચેડાં કરી બાંગ્લાદેશી મુસ્લિમોને હિન્દુ નામે આધાર બનાવી આપવામાં આવતા હતા.