અમદાવાદ : ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ ગુજરાતના 12 પોલીસકર્મીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના બે પોલીસ અધિકારી એવા ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે. જ્યારે અન્ય 12 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાતના 14 પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવશે. જેમાં ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલ સહિત ગુજરાતના 12 પોલીસ જવાનોનું રાષ્ટ્રપતિ સન્માન કરશે.
પોલીસ મેડલ મેળવનાર 12 અધિકારીઓ….
શ્રી ગૌતમકુમાર પરમાર (Joint CP Ahmedabad)
શ્રીમતી પરીક્ષિતા રાઠોડ (DIGP, CID)
શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા (DSP, Dahod)
શ્રી પ્રદ્યુમનસિંહ વાઘેલા (ARMD, DSP)
શ્રી ભાવેશ રોજિયા (ACP, Crime Branch)
શ્રી બાલકૃષ્ણ ત્રિવેદી (ARMD, HC)
શ્રી જુલ્ફીકાર ચૌહાણ (ARMD, ASI)
શ્રી ભગવાનભાઈ રાંજા (UNARMED, ASI)
શ્રી કિરીટસિંહ રાજપુત (UNARMED, ASI)
શ્રી અજયકુમાર સ્વામી (UNARMED, HC)
શ્રી હિતેશકુમાર પટેલ (ARMED, ASI)
શ્રી યુવરાજસિંહ રાઠોડ Iintelligence Officer)