અમદાવાદ: વ્યાજખોરો લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા મેગા લોક દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વ્યાજખોરોથી પીડિત લોકોએ મુલાકાત લીધી. પોલીસ સાથે મળી સ્ટ્રીટ વેન્ડરને પણ બેંક દ્વારા મદદ કરાઈ હતી. આ મેગા કેમ્પમાં ગૃહમંત્રી હર્ષ સંધવીએ પોલીસ અને પીડિત લોકો સાથે મુલાકાત કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ‘MAY WE HELP YOU’ થીમ અંતર્ગત ‘લોક દરબાર’નું આયોજન કરવામાં આવ્યું. આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, લોક દરબારમાં ફરિયાદ સાંભળીને ત્વરિત નિર્ણય લઈને ફરિયાદીને ન્યાય અપાવવાની પ્રશંસનીય કામગીરી અમદાવાદ શહેર પોલીસે કરી છે.
આજે યોજાયેલ મેગા લોક દરબારમાં શહેરના 7 ઝોન ડીસીપીને મળવા માટે 7 ડોમ બનાવવામાં આવ્યા હતા. વિસ્તાર પ્રમાણે અરજદાર ડીસીપીને મળીને વ્યાજખોરો સામે રજૂઆત કરી હતી. જેમાં તમામ પોલીસ સ્ટેશનની ટીમો હાજર રહી હતી અને વ્યાજખોરો પીડિત લોકોની રજુઆત સાંભળીને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પણ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી ની સાથે સ્ટ્રીટ વેન્ડર ને નાણાં મેળવવા માટે પ્રધાનમંત્રી અને અન્ય યોજનાઓ અંતર્ગત બેન્ક લોન મળી રહે જેની વ્યવસ્થા કરવામાં આવી હતી..જેમાં બેંકના કર્મચારીઓ દ્વારા લોકોને માહિતી પૂરી પાડી હતી અને આ મેગા કેમ્પમાં ગૃહમંત્રી હર્ષ સંધવી મુલાકાત લઈને પીડિતોને સાંભળ્યા હતા.