(માનવ જોષી દ્વારા) અમદાવાદ : પર્યાવરણ એ આપણા અસ્તિત્વનો એક મુખ્ય પાયો છે અને આજ પર્યાવરણ જ્યારે વિવિધ પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે ત્યારે મૂળ ભારતીય અને હાલમાં યુ.એસ.એ ના સીટીઝન એવા 75 વર્ષના ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીએ એક NRI હોવા છતાં દેશ પ્રત્યેનું ઋણ ચૂકવવા પર્યાવરણ બચાવો સાથેનું Go Green અભિયાન શરૂ કર્યું છે.તેઓએ Go Green અભિયાન હેઠળ લોકોમાં જાગૃતતા માટે અમદાવાદના ગાંધીઆશ્રમથી શરૂ કરી સમગ્ર દેશમાં ભ્રમણ કરી રહ્યા છે.
યુ.એસ.એ ના સીટીઝન અને હ્યુસ્ટનમાં રહેતા ઇન્દ્રવદન ત્રિવેદી 75 વર્ષની આયુમાં ભારત આવી, ભારતમાં ફેલાતા પ્રદૂષણ સામે સર્વે નાગરિકોને જાગૃત કરવા વ્હીલચેરમાં બેસીને યજ્ઞ કરી રહ્યા છે. વર્ષો અગાઉ નવા વાડજના વિશ્રામ પાર્કમાં રહેતા અને શ્રી વિરેશ્વરધામ સંસ્થાના નેજા હેઠળ સમગ્ર વિશ્વ ‘કલાઈમેટ ચેન્જ” ની સમસ્યાના ઉકેલ માટે શું થઈ શકે, તેનું સુયોગ્ય માર્ગદર્શન અપાય છે. યુવાનોમાં નશા વિરુદ્ધ જાગૃતિ કેળવાય અને સમગ્ર વિશ્વ ‘વસુદેવમ્ કુટુંબકમ’ ની ભાવના રાખી; શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય જાગૃતિ માટે ઐકયભાવ કેળવે તો એક જીવન જીવતે જીવ મોક્ષ પ્રાપ્ત કરે એવું કહેતા, ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીની વિદેશમાં રહેતી આંખોમાં ગંગા અને યમુનાનો સાક્ષાત્કાર થાય છે.
Healthy Environment ને લઈને Go Green અભિયાનને ગત તા.20-1-2023 ના રોજ અતુલભાઈ પંડ્યા દ્વારા ગાંધી આશ્રમથી ઇન્દ્રવદન ત્રિવેદી, પંકજકુમાર અને જયપ્રકાશને લીલી ઝંડી આપી પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે લેખિત પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આ અભિયાન ગુજરાતના અને સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં સ્કૂલ, કોલેજ, આશ્રમ ,સંસ્થાશાળા અને વિદ્યાર્થીઓ સાથે પ્રદૂષણથી હૃદયરોગ, સુનામી, ધરતીકંપ જેવી આફતો કેમિકલ યુક્ત ખોરાકથી માનવીની હાની પહોંચે છે જે અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારબાદ કચ્છના સફેદ રણમાં સંદેશો આપ્યો હતો.
આ અભિયાન હેઠળ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રનું ગૌરવ સમાન ધ્વજ ફરકાવ્યો હતો અને મુંબઈ પહોંચ્યા હતા, મુંબઈથી તેઓ ઉત્તરપ્રદેશ સહીત અન્ય રાજ્યોમાં જઈને પ્રદૂષણ સામે સર્વે નાગરિકોને જાગૃત કરવાનું જણાવશે ત્યારબાદ આ અભિયાન અન્ય દેશો જેમ કે સિંગાપુર અને જાપાનની પણ મુલાકાત લેશે એવું ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.