અમદાવાદ : જે જુનિયર ક્લાર્કની 9 લાખથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવના હતા તે પેપર ફૂટવાના કારણે રદ્દ થઈ છે. હવે આ કેસમાં એક મોટા સમાચાર આવ્યા છે કે પેપર ફોડવામાં સંડોવાયેલા 15 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ (Gujarat ATS) દ્વારા 15 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. પેપર લીકના કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ કેસના તાર ગુજરાત બહાર સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. પેપર ખરીદ-વેચાણનો વેપલો થાય તે પહેલા જ મોટો ભાંડો ફૂટી ગયો છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ પેપર લીક મુદ્દે ગુજરાત ATS (એન્ટી ટેરસ્ટિ સ્કવોડ)એ મોડી રાત્રે 2 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 15 શખસની અટકાયત કરી હતી. છેલ્લે મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસ ફરિયાદ દાખલ કરી દીધી છે જેમાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં 5 આરોપી ગુજરાતના છે જયારે બાકીના 10 આરોપી ગુજરાત બહારના હોવાનું જાણવા મળ્યું છે. વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.