અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા વધુ એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર કપ પર પ્રતિબંધ બાદ પ્લાસ્ટિકની બેગના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અમદાવાદ મ્યુ કોર્પોરેશનના કમિશનર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. મેડિકલ સ્ટોર અને શાકભાજી વેચાણ વખતે મળતી પ્લાસ્ટિક બેગ પર પણ પ્રતિબંધ જાહેર કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMC દ્વારા વેપારીઓ સંબંધિત વધુ એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર કપ બાદ AMC હવે પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ વિરુદ્ધ કાર્યવાહી કરશે. આ ઉપરાંત મેડિકલ સ્ટોર અને શાકભાજી વેચાણ વખતે મળતી પ્લાસ્ટિક બેગ પર પણ પ્રતિબંધ જાહેર કર્યો છે.આ ઉપરાંત હવે કોઈપણ વ્યક્તિ 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરી શકશે નહીં.
શહેરમાં આવેલી મેડિકલ સ્ટોર અને શાકભાજી વેચાણ વખતે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. આગામી એક સપ્તાહ સુધી AMCની 300 ટીમ શહેરમાં અલગ અલગ ઝોનમાં વેપારીઓને સમજાવશે કે આ બેગનો ઉપયોગ કરવાનો નથી. ત્યારબાદ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.