અમદાવાદ : મુખ્યમંત્રી સાથેની બેઠક માં 1 મે 2023 થી નવી જંત્રીના અમલ માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનો ક્રેડાઈએ દાવો કર્યો છે. બિલ્ડરોએ 33% ના ધોરણે જંત્રીમાં વધારો કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જે લોકોને ટોકન અપાઈ ગયા છે તે લોકો જૂની જંત્રીના આધારે જ દસ્તાવેજ કરી શકશે તેવો ક્રેડાઈએ સૂચવ્યું છે.
ક્રેડાઈએ મીટિંગ બાદ જણાવ્યું કે, જંત્રીના મુદ્દે રાજ્ય સરકાર એક કે બે દિવસમાં નિર્ણય લેશે. અમદાવાદ ક્રેડાઈ સહિત 40 સીટી ચેપટરના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી.જંત્રી 1 મેથી લાગુ કરવા ડેવલપરની માંગ છે. જંત્રીમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા માંગ છે. એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ના થાય એ રીતે જંત્રી લાગુ કરવા રજૂઆત કરી છે. આ ઉપરાંત જંત્રીના નવા દર લાગુ કરતા પહેલા વિસંગતતા દુર કરવા, સર્વે કરાવવાની માગ બાબતે પણ મુખ્યપ્રધાનનું વલણ સકારાત્મક હોવાનું ક્રેડાઈ-ગાહેડના અધિકારીઓએ દાવો કર્યો.
આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ અને મહેસુલ સચિવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બીજી તરફ આજથી જંત્રીના નવા ભાવ પણ એડહોક પ્રમાણે લાગુ કરાયા છે.