અમદાવાદ : હવે અમદાવાદીઓને કોસમોસ વેલી જોવા માટે કાશ્મીર જવુ નહીં પડે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ન્યૂ નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે આ ગાર્ડન તૈયાર કર્યો છે. કોર્પોરેશને 21 હજાર 046 ચોરસ મીટર પ્લોટમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવ્યું છે. અમદાવાદમાં ભારતનું સૌપ્રથમવાર કોસમોસ વેલી ગાર્ડન બનાવવામાં આવ્યું છે.
કોસ્મોસ વેલી ગાર્ડનના ઉદઘાટન પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે અને AMCના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ફ્લાવર વેલી ગાર્ડન જોવા માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે 10 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ મેળવી શકાશે. ગાર્ડનના સ્થળેથી પણ લોકો 10 રૂપિયામાં ટિકિટ ખરીદી શકશે જ્યારે ઓનલાઇન ટિકિટ લેનારને બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આમ ઓનલાઇન જે વ્યક્તિ ટિકિટ ખરીદશે તેને 8 રૂપિયામાં ટિકિટ પડશે.